Pati ane Patni (પતિ - પત્ની)

મોજ આવી જાય એવું, જો સમજાય તો !
========================

ઘણા વર્ષો પહેલાની વાત છે...!!!

નવી પરણેલી વધુ તેના પતિ સાથે નવા ઘરે રહેવા માટે આવી...!!!

તેણીએ આવતા ની સાથે જ એક નાનું બોક્ષ માળિયા પર રાખતા તેના પતિ ને કહ્યું કે આ બોક્ષ ને અડવાનું નહીં,
તમારે મારી માતાએ ખાસ મારા માટે આ મોક્લ્યુ છે...

પતિ ડાહ્યો હતો...
એને એમ લાગ્યુ કે જરૂર કંઇક અગત્યનું હશે...
એટલે વધારે કાંઇ પૂછ્યુ નહિં...!!!

અને આમ ને આમ વર્ષોનાં વર્ષો ચાલ્યા ગયા....
૫૦ વર્ષ સુધી પતિ એ તો તે બોક્ષ ને અડક્યું પણ નહિ...

આ બાજુ પત્ની પણ ઘરડી થઇ ગઈ હતી...
અને મૃત્યુ નજીક આવતાં એ મરણ-પથારી એ પડી હતી..

એક દિવસ જયારે પતિ ઘરની વસ્તુઓ બરાબર ગોઠવતો હતો ત્યારે અચાનક પેલું બોક્ષ તેના ધ્યાનમાં આવ્યું...!!!

અને તેણે વિચાર્યું કે આ બોક્ષમાં જરૂર કઈક મહત્વનું તો હશે જ... એટલે તેણે પત્ની ની પરવાનગી લઈને એ બોક્ષ પત્નીની પાસે લઇ આવ્યો...!!!

તેણે જયારે બોક્ષ ને ખોલ્યું તો તેની અંદરથી ૨ સ્વેટર અને રૂ.૨,૮૨,૫૦૦ નીકળ્યા...!!!

તે આ જોઈને આશ્ચર્ય પામ્યો અને પત્નીને બોક્ષ વિશે પૂછ્યુ...

પત્નીએ કહ્યુ,"જયારે હું પરણીને સૌપ્રથમ આ ઘરમાં આવી ત્યારે મારા મમ્મીએ આ બોક્ષ મને આપેલ,એમા સ્વેટર ગૂંથવા માટે ઊન અને એનો સામાન છે.
મારી મમ્મી એ કહ્યું હતું કે"તું જયારે જયારે તારા પતિ થી નિરાશ થઇ જાય અથવા એમના પર ગુસ્સો આવે ત્યારે તું સ્વેટર બનાવવા લાગજે,જે તારી હતાશા ને દુર કરશે..."

પેલો પતિ તો એક દમ દિલગીર થઈ ગયો...
એણે જોયુ કે બોક્ષમાં તો માત્ર બે જ સ્વેટર હતા...
એટલે ગળગળો થઇ ને ધીમે થી બોલ્યો,
"છેલ્લા ૫૦ વર્ષ માં તેં બે જ સ્વેટર બનાવ્યા...!!!"

“પણ આ રૂ.૨,૮૨,૫૦૦ કેમ અહિં છે?”

પત્ની એ કહ્યું,“અરે એ તો અત્યાર સુધી માં જેટલા સ્વેટર વેંચ્યા તેના છે...!!!"

A Girl and A boy in Train

છોકરી (ટ્રેઈનમાં) : હું અહીં બેસી શકું?

છોકરો: શા માટે નહીં..શા માટે નહીં? તમારી જ સીટ સમજો!

છોકરી:હું આ બોટલમાંથી પાણી પી શકું?

છોકરો: ચોક્કસ વળી...એમાં તે પૂછવાનું હોય!

છોકરી: આગલું સ્ટેશન ક્યું આવશે ભઈલા?

છોકરો: તું શું સમજે છે, મારા બાપે મારા મગજમાં જીપીએસ ફીટ કરાવ્યું છે કે મને આગળથી ખબર પડી જાય? હાલી નીકળી છે! ચલ હટ.....મને ઊંઘ આવે છે, મારી સીટ ખાલી કર.....!

A life of Gaabbar Sing

મિત્રો ! ધારો કે, ગબ્બર સિંઘનું પાત્રાલેખન જો ૧૦ માર્કમાં પૂછાય તો ગુજરાતીઓ કઈક આવી રીતે લખે!૧. સાદું જીવન અને ઉચ્ચ વિચાર:

તેની જીવનશૈલી ખૂબસરળ હતી. જૂના અને ગંદા કપડાં વધેલી દાઢી, સડેલા દાંત પહાડી જીવન જેમ કોઈ મધ્યયુગનો ફકીર હોય. અને વિચારો શ્રેષ્ઠ "જો ડર ગયાવો માર ગયા" જેવા સંવાદ દ્વારા તેનેજીવન ની ક્ષણભંગુરતા ઉપર પ્રકાશ પાડ્યો હતો.

૨. દયાળુ પ્રવુત્તિ:

ઠાકુરે તેને પોતાના હાથે પકડ્યો હતો તેથી તેને માત્ર તેના હાથ ને સજા આપી હતી.તે જો ધરાત તો તેનું ગળું પણ કાપી શકત પણ તેના મમતાપૂર્ણ હૃદયે તેને તેમ કરતા રોક્યો હતો.


૩. નૃત્ય - સંગીત કલાપ્રેમી:

"મહેબુબા મહેબુબા" ગીત દ્વારા તેના કવિ હૃદય નો પરિચય મળે છે. તેનું હૃદય અન્ય લૂટારા જેમ શુષ્ક ન હતું . બસંતી ને કેદ પકડ્યા પછી એની અંદર નો કલાકાર જાગ્યો અનેએણે બસંતીની અંદર છુપાયેલી નર્તકી ને ક્ષણભર માં ઓળખી લીધી હતી.

૪. શિસ્તપ્રિય:

કાલીયા અને તેના સાથીઓ તેમના કામમાં નિષ્ફળતા સાથે પરત ફર્યા છે, તો અનુશાશન પ્રતિ પોતાનું અગાધ સમર્પણ દેખાડવા તેમને સજા આપવામાંએને જરાય ઢીલાશ ના છોડી.

૫. હાસ્ય પ્રેમી:

તેનામ ગજબની સેન્સઓફ હ્યુમર હતી. કાલીયા અને એના સાથીઓને મારતા પહેલા એને એ લોકોને ખુબ હસાવ્યા.. તે આધુનિક યુગ નો"લાફીંગ બુદ્ધા" હતો.

૬. મહિલાઓ માટે સન્માન:

બસંતી જેવી સુંદર સ્ત્રીનું અપહરણ કર્યા પછી પણ તેને માત્ર તેની પાસે માત્ર નૃત્યની માંગણી કરી.. આજકાલ નો ખલનાયક હોત તો કૈક બીજું જ કરત.

૭. ભિક્ષુક જીવન:

હિન્દૂ ધર્મ અને ભગવાન બુદ્ધ દ્વારા દર્શાવવામાં આવેલ ભિક્ષુક જીવન તેનેસ્વીકાર્યું હતું.રામપુર અને બીજા ગામોમાંથી જે કઈ કાચું અનાજ મળે તેમાંથી જ તે પોતાનો ગુજારો કરતો હતો. સોનું, ચાંદી, પકવાન મીઠાઈઓની ઈચ્છા એને ક્યારેય નહોતીરાખી.

૮. સામાજિક કાર્ય:

લૂંટફાટ સિવાય તે બાળકોને સુવારાવવાનું પણ કામ કરતો હતો. હજ્જારો માતાઓ તેનું નામ લેતી હતી જેથી તેના બાળકો કકળાટ કાર્યવગર સુઈ જાય.

સરકારે તેના પર 50,000 રૂ. નો પુરસ્કાર જાહેર કર્યો હતો. એ યુગમાં પણ જયારે કૌન બનેગા કરોડપતિજેવા પ્રોગ્રામ નહોતા ત્યારે પણ લોકોને કરોડપતિ બનાવવાનો ગબ્બરનો સાચો પ્રયાસ હતો.

૯. મહાનાયકોનો નિર્માતા:

જો ગબ્બર ના હોત તો જય અને વીરુ નામના બે લફંગા ચોરી કરતા કરતા જ એમની ઝીંદગી પૂરી કરી હોત.પણ એ ગબ્બરની જ મહેરબાની હતી કે એ બંનેમાં મહાનાયક બનવાની ક્ષમતા જાગી!

ગમ્યું હોય તો અચૂક શેર કરો.

આપણું પેઈજ લાઈક કરો
https://www.facebook.com/pages/Gujarati-Jokes-SMS/135045589916604?ref=br_tf

મને ટી.વી. બનાવી દો... એક નાનકડી સ્ટોરી

દોસ્તો એક વાર જરુર વાંચજો...તમારી આંખમાં પણ જરજળીયા આવી જાશે.

એક દિવસ એક પ્રથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે...ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો....નિબંધનો વિષય છે :--”જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો...??”

બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો. ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા,ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા.તેમણે પૂછ્યું,” કેમ શું થયું ? કેમ રડે છે ?”
શિક્ષિકાએ કહ્યું,” હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું” તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’“જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ”તેમના પતિએ નિબંધ વાંચ્યો.

તેમાંતે બાળકે લખ્યું હતું :-
” હે ઇશ્વર, જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.)બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું. જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય.અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું. જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ વગરની ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે.”
”જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે, તેમ મારી પણ સંભાળ રાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી વી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે.””અને મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે. હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે.”
”અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.... હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો, પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો.”

શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં.તેમના પતિ બોલ્યા :-
”હે ભગવાન...!! બિચારું બાળક..!! કેવા ભયાનક માતા- પિતા છે !!”
શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા :
”આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે.”

*************************************

દોસ્તો આવુ ઘણી વાર બનતુ હસે જ... :
કે આપણે આપણા જ બાળકો ને ટાઇમ નથી આપી શકતા..આપણા જ બાળકો આપણા પ્રેમ ના ભુખ્યા રહી જાય છે !
આપણે થાકેલા હોય અને ઘરે જઇ ને સુઇ જતા હોઇ છીએ અથવા ટી.વી. સામે બેસી જતા હોય છીએ... દોસ્તો આ પોસ્ટ એટલી શેર કરજો કે કોઇ બાળક ની આવી હાલત ના થાય.

સર રવીન્દ્ર જાડેજા v/s રજનીકાંત

સર રવીન્દ્ર જાડેજાને યાદ કરીને :
=========================

સર રવિન્દ્ર જાડેજાઃ કાલે હું જંગલમાં ભૂલો પડી ગયો હતો અને સામો વાઘ મળી ગયો. અમારી વચ્ચે બહુ ઝપાઝપી થઈ.

રજનીકાંતઃ પછી શું થયું?

સર રવિન્દ્ર જાડેજાઃ પછી શું થાય... હું ભાગી ગયો.

રજનીકાંતઃ હે... હે... હે... બીકણ..! હું હોત તો...

સર રવિન્દ્ર જાડેજાઃ અબે ચૂપ,. હું વાઘનો જાન બચાવવા માટે ભાગ્યો હતો, કારણ કે દેશમાં માત્ર ૧૪૧૧ વાઘ જ બચ્યા છે. બાકી બધા મને ઓળખે જ છે.


==================
સૌજન્ય : ચિત્રલેખા

Sunny Leone - NEW Ad of Pepsi : Bollywood Version

NEW Ad of Pepsi : Bollywood Version

Sunny Leone takes Pepsi from changing room of senior actresses...Katrina : Hello what are you doing in the changing room of senior actresses....

Sunny : Was feeling thirsty so came to take Pepsi.

Kareena : Did u take our permission before entering?

Sunny : Permission for Pepsi?

Deepika : How dare u argue with your seniors...

Sunny : Well I think we all are in same field so why this discrimination??

Priyanka : so u think tumhare or hamare bich mein koi fark nahi hai???

Sunny : Farak to hai.... Main app logo ki film mein kabhi bhi aa sakti hu, per aap log meri film mein kabhi nahi aa sakti... :P

Sunny Leone Rocked... Others Shocked
—-------------------------------------------------

પરણેલો પુરુષ

અમને એક દિવસ વિચાર આવ્યો કે સ્ત્રીઓ પરણેલી છે કે કુંવારી તે તો તરત ઓળખાય છે…..પણ આ ભમરાળા કળાકાર પુરુષને કેવી રીતે ઓળખવો.?

સ્ત્રીઓ એ માથામાં સિંદૂર કર્યુ હોય…કે ગળા માં મંગલ સુત્ર પહેર્યુ હોય તો તેની પાસે લગ્નનું પાકુ લાઈસન્સ છે એમ કહી શકાય…

અને ધારો કે એમ ન હોય તો પણ સ્ત્રીના ચહેરા પરનું વિજયી સ્મિત,ચહેરા પરનું ગુમાન, શારીરિક વૈભવ(ચારે દિશામાં),

ફિકર વગરની ચાલ જેવા લક્ષણો હોય તો તે કોમલાંગીની સુહાગીની જ હશે એમ કહી શકાય….

પણ પુરુષો માં યાર ખબર જ ના પડે કે ભાઈ ખીંટીએ

ભરાઈ ચૂક્યા છે કે હજુ બાકી છે….!.

તો મિત્રો વિવિધ સર્વે, નિરિક્ષણો તથા તજજ્ઞો સાથેની ચર્ચા વિચારણા ના ફળ સ્વરુપ પરણિત પુરુષોને ઓળખવા માટે,

જાહેર જનતાના લાભાર્થે નીચેના તારણો રજૂ કરવામાં આવે છે…

-જેના ચહેરા સામે જોતાજ દયાનો ભાવ આવે..જેને દોડીને મદદ કરવાનું મન થાય…જેના હાલહવાલ પૂછવાનું મન થાય,

બેહાલ કોણે કર્યા છે એમ પૂછીને એને દુ:ખી તો ન જ કરાય ને..? જેને હિંમત આપવાનું મન થાય..

-જે હંમેશા નીચી મૂડી રાખીને ચાલતો હોય છે.. કેમ જાણે નીચે વેરાઈ ગયેલું સુખ ન શોધતો હોય…!

-જે ખૂબ જ ઓછુ બોલતો હોય,વચ્ચે ક્યારેય ન બોલતો હોય,સામે દલીલ ક્યારેય ન કરતો હોય…અને સતત ભલે..સારુ..ગમશે…

ચાલશે…ફાવશે…..વાંધો નહીં……તમે કહો એમ…..કામ થઈ જશે…આજે ઉપવાસ છે…..એવા વાક્યો દિવસ માં અનેક વાર બોલતો હોય છે….

-જેના ચહેરા પર અને શરીર પર હારેલા યોધ્ધા જેવા હાવભાવ હોય છે…ચહેરા પર અને શરીર પર નાનામોટા ઘા ના નિશાન હોય છે…..

તો ક્યારેક પાટાપિંડી કરેલ હોય છે ખાસ કરીને ઘરેથી જ નિકળ્યા હોય છે ત્યારે…

-જે ઘરમાં હોય ત્યારે મોટેભાગે મૌનવ્રત પાળતો હોય છે…અને ઘરેથી બહાર નિકળતાં જ મોટે થી બોલતો હોય છે…

સતત બોલતો હોય છે….ક્યારેક કારણ સહીત અને ક્યારેક કારણ રહીત હસતો હોય છે…

-જે પોતાના જ ઘર માં રુમ બંધ કરીને એકલો જ, કોઈની મદદ વગર અપ્રિતમ હિંમતથી ઓશીકાને ઓશીકાથી ફટકારતો હોય છે

અને બોલતો હોય છે ‘લે…લેતી…..જા…’ લે …લેતી…જા’…

-જે પહેલી તારીખે રાજાપાઠ માં અને ૨૦ તારીખ પછી કકડાબાલૂસ થઈ લોન માટે પૂછપરછ કરતો હોય છે…

-જે વાતવાત માં હંમેશા એમ બોલતો હોય છે કે.”આ બધો નશીબનો ખેલ છે ભાઈ…માણસ તો ઈસ્વર સામે મગતરું છે…ધાર્યું તો ધણીનું થાય..(કે ધણીયાણીનું..?)

-જે ઘરે હોય ત્યારે વારંવાર એમ બોલતો હોય છે..”પત્તર ના ઝીંક…,પત્તર ના ખાંડ…, મગજનું દહીં ના કર …માથાકૂટ ના કર…કહ્યું એમ કર…,લોહી ના પી”….(માંકડ, મચ્છર માટે થોડું રહેવા દે…)

-ઉનાળાના વેકેશન માં એ જો ખૂબ ખુશ દેખાતો હોય તો માનવું કે પત્ની પિયર ગઈ હશે કે પછી જવાની તેયારી ચાલતી હશે…

-જે ઓફિસથી ઘરે જતો હોય તો હાથમાં થેલી તો પકડેલી હોય જ…

-જો પુરુષ અને સ્ત્રી સાથે હોય અને પુરુષ બે ડગલા આગળ ચાલતો હોય તો માનવું જ કે પતિ-પત્ની જ હશે….

-જે હંમેશા ભજન ગાતો હોય…..”કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે”,…”દુ:ખી મન મેરે સુન મેરા કહેના જહાં નહીં ચૈના વહાં નહીં રહેના…”

-જે ઘરે આવતા જ મોટા અવાજે ટીવી ચાલુ કરી ટીવી સામે બેસી જાય છે……

-જે પુરુષ સ્ત્રી સાથે રહેતો હોય અને એ સ્ત્રીની બર્થ ડે દર વર્ષે ભૂલી જતો હોય….વળી એની સજા પણ દર વર્ષે ભોગવતો હોય…

એ પુરુષ પરણેલો હોય એમ જાણ….આ જ પુરુષ લગ્ન પહેલા એ જ સ્ત્રી ને રાત્રે ૧૨ વાગે બર્થ ડે વિશ કરતો હોય છે…..

-જે પુરુષ ઓફીસ માં ઓવરટાઈમ કરવા હંમેશા રાજી હોય છે

–જે લગ્ન વિષે બોલતો હોય છે “લગ્ન તો ભાઈ લાકડા ના લાડુ છે…”(લાડુ ખાવા જતા બાપડાના દાંત હલી ગયા હોય છે…)

-જે કાન બંધ કરી આખો દિવસ છાપા માં મોંઢુ નાખીને બેસી રહે છે અને ..હું…હાં…..હંમ..એવા જવાબો આપતો હોય છે…

-જે એક બુક સતત વાંચતો હોય છે અને નિ:સાસા નાખતો હોય છે એ છે ‘બેંકની પાસબુક’

-જે હંમેશા પોતાના ભવ્ય ભૂતકાળને વાગોળતો હોય છે અને પોતે કેવો પરાક્રમી હતો એની વાર્તા કરતો હોય છે…

-જે માથાના વાળ ગણતો ગણતો ઓળતો હોય કે પછી ઓળતો ઓળતો ગણતો હોય છે…

-જે સુંદરતાનો અતિ ચાહક હોય છે…ખાસ કરીને સ્ત્રીઓ પ્રત્યે પક્ષપાત હોય છે…એક સિવાય

સગાઇ પછી v/s લગ્ન પછી

સગાઇ પછી શું?

પત્ની : આ ક્ષણ માટે મેં કેટલી રાહ જોઈ !!

પતિ : શું તું એવું ઇરછે છે કે હું તને છોડી ને જતો રહું?

પત્ની : ના ક્યારેય નહિ!

પતિ : શું તું મને પ્રેમ કરે છે ?

પત્ની : હા, કરતી તી, કરું છું, કરતી રહીશ..

પતિ : શું તું મને ક્યારેય છેતરીશ?

પત્ની : તે કરવા પેહલા તો હું સો વાર મરી જાઉં!

પતિ : શું તું મને કિસ કરીશ?

પત્ની : ચોક્કસ! કેમ નહિ

પતિ : શું તું મને ક્યારેય ધીક્કારીશ?

પત્ની : ના ક્યારેય નહિ, હું એવી વ્યક્તિ જ નથી!!

પતિ : શું હું તારા પર વિશ્વાસ રાખું??

પત્ની : હા!

પતિ : અરે વ્હાલી!!

લગ્ન પછી શું???

તે જાણવા માટે નીચે થી વાંચો!!

શુકન અપશુકન - જરૂર વાંચજો

જરૂર વાંચજો, તમારો શુકન-અપશુકનનો ખ્યાલ બદલાઈ જશે...

સંધ્યાકાળે કચરો ઘરની બહાર ન કઢાય :
========================

જુના કાળમાં ઈલેક્ટ્રિસિટિ ન હતી. સૂર્યાસ્ત બાદ દીવો કે ફાનસના અપૂરતા પ્રકાશમાં કામ ચલાવવાનું રહેતું. આથી બનતું એવું કે દિવસ દરમિયાન કામ કરતા-કરતા અજાણતા કોઈ અમૂલ્ય ચીજ-વસ્તુ હાથમાંથી જમીન પર પડી ગઈ હોય ને સંધ્યા ટાણે મંદ અંધકારની સ્થિતિમાં એ વસ્તુ કચરા સાથે ઘરની બહાર જતી રહે તો કોઈને એની જાણ ન થાય. આથી એ સમયના વડીલો કહેતા કે સંધ્યાકાળે કચરો કાઢવાથી લક્ષ્મી ઘરમાંથી ચાલી જાય છે. આજે તો ઘર-ઘરમાં રાત્રે પૂરતો પ્રકાશ મળી રહે છે તેથી કોઈ વસ્તુ કચરા સાથે ઘર બહાર નિકળી જાય એવો ડર રહેતો નથી. છતાં દિવસ જેવો ઉજાસ તો ઉપલબ્ધ નથી જ. માટે રાત્રે કચરો વાળી શકાય પરંતુ ચોકસાઈ તો રાખવી જ પડે.

શનિવારે માથામાં તેલ ન નખાય :
===================

અંગ્રેજોના શાસનકાળ દરમિયાન રવિવાર રજાનો દિવસ જાહેર થયો હતો. આથી માથુ ધોવા માટે રવિવારે જ સમય મળતો. હવે રવિવારે માથુ ધોવાનું હોય તો માથામાં બહુ ચિકાશ ન હોય તો સરળતાથી માથાના વાળમાં રહેલો મેલ કાઢી શકાય. કારણ કે એ સમયે ચિકાશ કાઢવા માટે અદ્યતન સાબુ-શેમ્પૂ ઉપલબ્ધ ન હતા. માટે લોકો સમજીને શનિવારથી જ માથુ કોરું રાખતા. આ વાત ન માને તો ‘ધરમ’નો ડર બતાવી કોઈને કાબુમાં લેવાનું સરળ હતું. આથી કહી દેવાતું કે શનિવાર હનુમાનજીનો વાર હોવાથી માત્ર હનુમાનજીને તેલ ચઢે, આપણે માથામાં તેલ નાંખવાનું નહિ.

એ જ રીતે નખ કાપવા માટે, બુટ ખરીદવા માટે, દાઢી સાફ કરવા માટે, વાળ કપાવવા માટે રવિવારની રજા બહુ કામમાં આવતી. શનિવારે આ બધું ન થાય એની પાછળ કોઈ વિજ્ઞાન નથી. રવિવારની રજાના દિવસે મોટા ભાગના લોકો વાળ કપાવવાનું તેમજ દાઢી સાફ કરાવવાનું રાખતા હોવાથી એ દિવસે વાળંદ રજા તો ન જ રાખી શકે ઉલ્ટાનું એને રવિવારે ઓવરટાઈમ કરવો પડે. આથી આગલા દિવસે શનિવારે એ રજા ભોગવી લે તો રવિવારે પુરી સ્ફૂર્તિથી કામ કરી શકે એ માટે વાળંદ માટે શનિવારે રજા નક્કી થઈ હશે.

એના પગલા ખરાબ છે :
==============

દિકરાને પરણાવીને વહુને ઘરે લાવ્યા બાદ ઘરમાં કોઈ અમંગળ ઘટના બને તો વહુના પગલાને ખરાબ ગણીને એને દોષ આપવામાં આવે છે. નવા પરણેલા દિકરાની નોકરી છુટી જાય, કોઈ ઘરમાં માંદુ પડે, કોઈનું અવસાન થાય વગેરે પૈકી કોઈ ઘટના બને તો એમાં વહુનો શું દોષ? પરંતુ આવા મનઘડંત કારણ-પરિણામના સંબંધો જોડી દેવાની માનસિક નબળાઈ મોટા ભાગના પરિવારોમાં જોવા મળે છે. એ જ રીતે દિકરીનો જન્મ થયા બાદ ઘર પર કોઈ આપત્તિ આવે તો એના પગલાને ખરાબ ગણવામાં આવે છે. રામના સીતા સાથે લગ્ન થયા બાદ રામની રાજગાદી છીનવાઈ ગઈ, તેઓને ચૌદ વર્ષનો વનવાસ થયો એટલું જ નહિ, બધું જ વ્યવસ્થિત ચાલતું હતું, રામ પુન: રાજ્યસિંહાસન આરૂઢ થયા હતા, સીતા સાથે પ્રણયમગ્ન હતા તેવામાં સીતાનો પ્રસુતિકાળ નજીક આવ્યો, રામના બે પુત્રો લવ-કુશના જન્મનો સમય થયો ત્યાં તો સીતાનો સર્વદા ત્યાગ કરવાનો કપરો નિર્ણય રામને કરવાનો થયો. ચૌદ વર્ષનો ઘોર કષ્ટદાયક સમય પુરો થયા બાદ પણ રામ સુખપૂર્વક દામ્પત્યજીવન માણી શક્યા નહિ તો શું રામ સીતાને, લવ-કુશના આગમનને દુર્ભાગ્યપૂર્ણ ગણશે ?

કોઈ બહાર જતું હોય તો ‘ક્યાં જાઓ છો’ એમ નહિ પૂછવાનું :
=================================

ઘણાં પરિવારોમાં તો આ રિવાજ એટલો બધો જડ બેસલાક હોય છે કે ભુલમાં કોઈ બાળક, ‘ક્યાં જાઓ છો?’ એવું પૂછી લે તો બહાર જનાર તથા ઘરના સભ્યો ખુબ નારાજ થઈ જાય છે. આની પાછળની સમજણ એવી છે કે કોઈના અંગત મામલામાં વધુ પડતી જિજ્ઞાસા રાખવી અસભ્ય ગણાય. બાકી શુકન–અપશુકન જેવું કંઈ હોતું નથી.

ઉલ્ટા પડેલા ચંપલ :
============

કોઈ કોઈ ઘરના કમ્પાઉંડમાં પ્રવેશતા જ ચંપલ કે બુટ ઉંધુ પડેલું જોવા મળે તો એને અપશુકન ગણવામાં આવે છે. વાસ્તવમાં ઘરના સભ્યો બિનજવાબદાર ગણાય કારણ કે જુએ છે બધાં જ પરંતુ કોઈ એને સીધું કરવાનું સમજતા નથી. આ ઘટનાને અપશુકન સાથે શું લેવાદેવા ? એ જ રીતે કોઈ જમીન પર પગ ઘસડીને ચાલતુ હોય કે પછી પલંગમાં બેસીને લબડતા પગ હલાવ્યા કરે તો એને કહેવાય છે કે આ રીતે કરવાથી ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય છે. વાસ્તવમાં આ બધી અસભ્યતાની નિશાનીઓ છે જે વ્યક્તિને પ્રેમથી સમજાવવાથી દૂર થઈ શકે છે. પરંતુ બધાએ માની લીધું છે કે આર્થિક નુક્શાનના ડરથી જ બધા સીધા ચાલે છે આથી કોઈ પણ ખોટી આદત છોડાવવા માટે લાગલું જ ‘લક્ષ્મી ચાલી જશે’ એમ કહેવાય છે.

બિલાડી આડી ઉતરે છે :
=============

આવા અપશુકનમાં વિશ્વાસ રાખનારા વાહિયાત છે. બીજું શું ? માણસ બિલાડીને આડો ઉતરે ને એનો દિવસ ખરાબ જાય તો એ કોને ફરિયાદ કરશે ? ઘણા કહે છે: ‘આજે સવારે મેં કોનો ચહેરો જોયો હતો ? મારો આખો દિવસ ખરાબ ગયો.’ અરીસામાં જ જોયું હોય ને ભાઈ તેં ! ચાલતા હાથે-પગે વાગે તો કહેશે ‘કોઈ મને ગાળ દઈ રહ્યું છે.’ હેડકી આવે અથવા ખાતા-ખાતા અંતરસ આવે તો કહે, ‘મને કોઈ બહુ યાદ કરે છે.’ ભ’ઈ તારા લેણિયાતો સિવાય તને કોઈ યાદ કરે એમ નથી !

એક છીંક આવે તો ‘ના’ અને બે છીંક આવે તો ‘હા’ :
============================

કોઈ કામ કરવાનું શરૂ કરો, ક્યાંય બહાર જવા નિકળો ને એક છીંક આવે તો રોકાઈ જવાનું અને થોડી વાર રહીને કામ કરવાનું. બે છીંક આવે તો તમારા કાર્યને કુદરતનું સમર્થન છે એમ માનીને એ કામ દૃઢતાથી કરવાનું. મારો એક મિત્ર તો પોતાનું વાહન ડાબી બાજુ વાળતો હોય ને એક છીંક આવે તો જમણી બાજુ વાળી લે. આ છીંકને શુકન-અપશુકન સાથે કોઈ સંબંધ ખરો ?

મુહૂર્ત જોવડાવવામાં આવે છે :
=================

કૃષ્ણ મુહૂર્ત જોઈને દુર્યોધન સાથે વિષ્ટી (સંધિ) કરવા હસ્તિનાપુર ગયા હતા. છતાં એમણે કહ્યું હતું કે ‘હું જાઉં છું માટે જ વિષ્ટિ સફળ નહિ થાય. અલબત્ત મારા સઘન પ્રયાસો હશે જ વિષ્ટિને સફળ બનાવવા માટેના !’ ગૃહપ્રવેશ, રાજ્યાભિષેક, લગ્ન વગેરે મુહૂર્ત જોવડાવીને થાય છે. એની પાછળનું રહસ્ય પ્રકૃતિનો સાથ લેવાનો આશય છે. આપણે ત્યાં વર્ષાઋતુમાં એક પણ લગ્નનું મુહૂર્ત હોતું નથી. કારણ શું ? વરસાદમાં બધાને અગવડ પડે છે. અરે, તીર્થયાત્રીઓ ચાર માસ સુધી પોતાની તીર્થયાત્રા અટકાવી દે છે.

વસંતપંચમી તેમજ અખાત્રીજનું વણજોયું મુહૂર્ત ગણાય છે કારણ કે એ સમયે પ્રકૃતિ સદાય સોળ કળાએ ખીલેલી હોય છે.

કોઈ પણ વ્યક્તિ ધન અને કીર્તિ કમાય એટલે એ માનસિક રીતે એટલો બધો નબળો થઈ જાય છે કે શુકન-અપશુકનના રવાડે ચઢી જ જાય છે. રાજકારણીઓ, રમતવીરો, ફિલ્મસર્જકો, હીરો-હીરોઈનો બધાને આ વાત એક સરખી લાગુ પડે છે. અમુક જગ્યાની મુલાકાત લેનાર મુખ્યમંત્રી પોતાનું પદ ગુમાવે છે, ફિલ્મના નામના સ્પેલિંગમાં અમુક અક્ષર બેવડાવવાથી ફિલ્મ સફળ થશે, ચોક્કો કે છક્કો વાગે એટલે તાવીજ ચુમવું, સદી વાગે એટલે જમીન ચુમવી, પોતાનું બેટ ન બદલવું, નંગની વીંટીઓ, ગળામાં પેંડંટ વગેરે મનોરોગની નિશાનીઓ છે. એમાંથી કોણ બચ્યું છે ? જ્યોતિર્વૈદ્યૌ નિરંતરૌ. એટલે કે જ્યોતિષી અને વૈદ્ય સદાય કમાવાના જ ! એમના ધંધામાં ક્યારેય મંદિ આવવાની જ નહિ ! કારણ કે હંમેશા શારીરિક અને માનસિક રીતે નબળા માણસો સમાજમાં હોવાના જ !

આત્મવિશ્વાસથી ભરપૂર માણસ શુકન-અપશુકન પર આધારિત રહેતો નથી. પોતાના બાહુબળના આધારે એ અશક્યને શક્ય કરી શકે છે. ‘ન કરતો ભાગ્યની પરવા હું ખુદ એને ઘડી લઉં છું, ગ્રહો વાંકા પડે તો એને સીધા ગોઠવી દઉં છું. અલબત્ત માત્ર આત્મવિશ્વાસુ માણસ રાક્ષસ થવાનો સંભવ ખરો. આથી આત્મવિશ્વાસની સાથે-સાથે ઈશવિશ્વાસ આવશ્યક છે. માનવ પ્રયત્ન અને ઈશકૃપાથી બધું જ સંભવ છે.