A life of Gaabbar Sing

મિત્રો ! ધારો કે, ગબ્બર સિંઘનું પાત્રાલેખન જો ૧૦ માર્કમાં પૂછાય તો ગુજરાતીઓ કઈક આવી રીતે લખે!૧. સાદું જીવન અને ઉચ્ચ વિચાર:

તેની જીવનશૈલી ખૂબસરળ હતી. જૂના અને ગંદા કપડાં વધેલી દાઢી, સડેલા દાંત પહાડી જીવન જેમ કોઈ મધ્યયુગનો ફકીર હોય. અને વિચારો શ્રેષ્ઠ "જો ડર ગયાવો માર ગયા" જેવા સંવાદ દ્વારા તેનેજીવન ની ક્ષણભંગુરતા ઉપર પ્રકાશ પાડ્યો હતો.

૨. દયાળુ પ્રવુત્તિ:

ઠાકુરે તેને પોતાના હાથે પકડ્યો હતો તેથી તેને માત્ર તેના હાથ ને સજા આપી હતી.તે જો ધરાત તો તેનું ગળું પણ કાપી શકત પણ તેના મમતાપૂર્ણ હૃદયે તેને તેમ કરતા રોક્યો હતો.


૩. નૃત્ય - સંગીત કલાપ્રેમી:

"મહેબુબા મહેબુબા" ગીત દ્વારા તેના કવિ હૃદય નો પરિચય મળે છે. તેનું હૃદય અન્ય લૂટારા જેમ શુષ્ક ન હતું . બસંતી ને કેદ પકડ્યા પછી એની અંદર નો કલાકાર જાગ્યો અનેએણે બસંતીની અંદર છુપાયેલી નર્તકી ને ક્ષણભર માં ઓળખી લીધી હતી.

૪. શિસ્તપ્રિય:

કાલીયા અને તેના સાથીઓ તેમના કામમાં નિષ્ફળતા સાથે પરત ફર્યા છે, તો અનુશાશન પ્રતિ પોતાનું અગાધ સમર્પણ દેખાડવા તેમને સજા આપવામાંએને જરાય ઢીલાશ ના છોડી.

૫. હાસ્ય પ્રેમી:

તેનામ ગજબની સેન્સઓફ હ્યુમર હતી. કાલીયા અને એના સાથીઓને મારતા પહેલા એને એ લોકોને ખુબ હસાવ્યા.. તે આધુનિક યુગ નો"લાફીંગ બુદ્ધા" હતો.

૬. મહિલાઓ માટે સન્માન:

બસંતી જેવી સુંદર સ્ત્રીનું અપહરણ કર્યા પછી પણ તેને માત્ર તેની પાસે માત્ર નૃત્યની માંગણી કરી.. આજકાલ નો ખલનાયક હોત તો કૈક બીજું જ કરત.

૭. ભિક્ષુક જીવન:

હિન્દૂ ધર્મ અને ભગવાન બુદ્ધ દ્વારા દર્શાવવામાં આવેલ ભિક્ષુક જીવન તેનેસ્વીકાર્યું હતું.રામપુર અને બીજા ગામોમાંથી જે કઈ કાચું અનાજ મળે તેમાંથી જ તે પોતાનો ગુજારો કરતો હતો. સોનું, ચાંદી, પકવાન મીઠાઈઓની ઈચ્છા એને ક્યારેય નહોતીરાખી.

૮. સામાજિક કાર્ય:

લૂંટફાટ સિવાય તે બાળકોને સુવારાવવાનું પણ કામ કરતો હતો. હજ્જારો માતાઓ તેનું નામ લેતી હતી જેથી તેના બાળકો કકળાટ કાર્યવગર સુઈ જાય.

સરકારે તેના પર 50,000 રૂ. નો પુરસ્કાર જાહેર કર્યો હતો. એ યુગમાં પણ જયારે કૌન બનેગા કરોડપતિજેવા પ્રોગ્રામ નહોતા ત્યારે પણ લોકોને કરોડપતિ બનાવવાનો ગબ્બરનો સાચો પ્રયાસ હતો.

૯. મહાનાયકોનો નિર્માતા:

જો ગબ્બર ના હોત તો જય અને વીરુ નામના બે લફંગા ચોરી કરતા કરતા જ એમની ઝીંદગી પૂરી કરી હોત.પણ એ ગબ્બરની જ મહેરબાની હતી કે એ બંનેમાં મહાનાયક બનવાની ક્ષમતા જાગી!

ગમ્યું હોય તો અચૂક શેર કરો.

આપણું પેઈજ લાઈક કરો
https://www.facebook.com/pages/Gujarati-Jokes-SMS/135045589916604?ref=br_tf

No comments:

Post a Comment