Pati ane Patni (પતિ - પત્ની)

મોજ આવી જાય એવું, જો સમજાય તો !
========================

ઘણા વર્ષો પહેલાની વાત છે...!!!

નવી પરણેલી વધુ તેના પતિ સાથે નવા ઘરે રહેવા માટે આવી...!!!

તેણીએ આવતા ની સાથે જ એક નાનું બોક્ષ માળિયા પર રાખતા તેના પતિ ને કહ્યું કે આ બોક્ષ ને અડવાનું નહીં,
તમારે મારી માતાએ ખાસ મારા માટે આ મોક્લ્યુ છે...

પતિ ડાહ્યો હતો...
એને એમ લાગ્યુ કે જરૂર કંઇક અગત્યનું હશે...
એટલે વધારે કાંઇ પૂછ્યુ નહિં...!!!

અને આમ ને આમ વર્ષોનાં વર્ષો ચાલ્યા ગયા....
૫૦ વર્ષ સુધી પતિ એ તો તે બોક્ષ ને અડક્યું પણ નહિ...

આ બાજુ પત્ની પણ ઘરડી થઇ ગઈ હતી...
અને મૃત્યુ નજીક આવતાં એ મરણ-પથારી એ પડી હતી..

એક દિવસ જયારે પતિ ઘરની વસ્તુઓ બરાબર ગોઠવતો હતો ત્યારે અચાનક પેલું બોક્ષ તેના ધ્યાનમાં આવ્યું...!!!

અને તેણે વિચાર્યું કે આ બોક્ષમાં જરૂર કઈક મહત્વનું તો હશે જ... એટલે તેણે પત્ની ની પરવાનગી લઈને એ બોક્ષ પત્નીની પાસે લઇ આવ્યો...!!!

તેણે જયારે બોક્ષ ને ખોલ્યું તો તેની અંદરથી ૨ સ્વેટર અને રૂ.૨,૮૨,૫૦૦ નીકળ્યા...!!!

તે આ જોઈને આશ્ચર્ય પામ્યો અને પત્નીને બોક્ષ વિશે પૂછ્યુ...

પત્નીએ કહ્યુ,"જયારે હું પરણીને સૌપ્રથમ આ ઘરમાં આવી ત્યારે મારા મમ્મીએ આ બોક્ષ મને આપેલ,એમા સ્વેટર ગૂંથવા માટે ઊન અને એનો સામાન છે.
મારી મમ્મી એ કહ્યું હતું કે"તું જયારે જયારે તારા પતિ થી નિરાશ થઇ જાય અથવા એમના પર ગુસ્સો આવે ત્યારે તું સ્વેટર બનાવવા લાગજે,જે તારી હતાશા ને દુર કરશે..."

પેલો પતિ તો એક દમ દિલગીર થઈ ગયો...
એણે જોયુ કે બોક્ષમાં તો માત્ર બે જ સ્વેટર હતા...
એટલે ગળગળો થઇ ને ધીમે થી બોલ્યો,
"છેલ્લા ૫૦ વર્ષ માં તેં બે જ સ્વેટર બનાવ્યા...!!!"

“પણ આ રૂ.૨,૮૨,૫૦૦ કેમ અહિં છે?”

પત્ની એ કહ્યું,“અરે એ તો અત્યાર સુધી માં જેટલા સ્વેટર વેંચ્યા તેના છે...!!!"

No comments:

Post a Comment