Pati ane Patni (પતિ - પત્ની)

મોજ આવી જાય એવું, જો સમજાય તો !
========================

ઘણા વર્ષો પહેલાની વાત છે...!!!

નવી પરણેલી વધુ તેના પતિ સાથે નવા ઘરે રહેવા માટે આવી...!!!

તેણીએ આવતા ની સાથે જ એક નાનું બોક્ષ માળિયા પર રાખતા તેના પતિ ને કહ્યું કે આ બોક્ષ ને અડવાનું નહીં,
તમારે મારી માતાએ ખાસ મારા માટે આ મોક્લ્યુ છે...

પતિ ડાહ્યો હતો...
એને એમ લાગ્યુ કે જરૂર કંઇક અગત્યનું હશે...
એટલે વધારે કાંઇ પૂછ્યુ નહિં...!!!

અને આમ ને આમ વર્ષોનાં વર્ષો ચાલ્યા ગયા....
૫૦ વર્ષ સુધી પતિ એ તો તે બોક્ષ ને અડક્યું પણ નહિ...

આ બાજુ પત્ની પણ ઘરડી થઇ ગઈ હતી...
અને મૃત્યુ નજીક આવતાં એ મરણ-પથારી એ પડી હતી..

એક દિવસ જયારે પતિ ઘરની વસ્તુઓ બરાબર ગોઠવતો હતો ત્યારે અચાનક પેલું બોક્ષ તેના ધ્યાનમાં આવ્યું...!!!

અને તેણે વિચાર્યું કે આ બોક્ષમાં જરૂર કઈક મહત્વનું તો હશે જ... એટલે તેણે પત્ની ની પરવાનગી લઈને એ બોક્ષ પત્નીની પાસે લઇ આવ્યો...!!!

તેણે જયારે બોક્ષ ને ખોલ્યું તો તેની અંદરથી ૨ સ્વેટર અને રૂ.૨,૮૨,૫૦૦ નીકળ્યા...!!!

તે આ જોઈને આશ્ચર્ય પામ્યો અને પત્નીને બોક્ષ વિશે પૂછ્યુ...

પત્નીએ કહ્યુ,"જયારે હું પરણીને સૌપ્રથમ આ ઘરમાં આવી ત્યારે મારા મમ્મીએ આ બોક્ષ મને આપેલ,એમા સ્વેટર ગૂંથવા માટે ઊન અને એનો સામાન છે.
મારી મમ્મી એ કહ્યું હતું કે"તું જયારે જયારે તારા પતિ થી નિરાશ થઇ જાય અથવા એમના પર ગુસ્સો આવે ત્યારે તું સ્વેટર બનાવવા લાગજે,જે તારી હતાશા ને દુર કરશે..."

પેલો પતિ તો એક દમ દિલગીર થઈ ગયો...
એણે જોયુ કે બોક્ષમાં તો માત્ર બે જ સ્વેટર હતા...
એટલે ગળગળો થઇ ને ધીમે થી બોલ્યો,
"છેલ્લા ૫૦ વર્ષ માં તેં બે જ સ્વેટર બનાવ્યા...!!!"

“પણ આ રૂ.૨,૮૨,૫૦૦ કેમ અહિં છે?”

પત્ની એ કહ્યું,“અરે એ તો અત્યાર સુધી માં જેટલા સ્વેટર વેંચ્યા તેના છે...!!!"

A Girl and A boy in Train

છોકરી (ટ્રેઈનમાં) : હું અહીં બેસી શકું?

છોકરો: શા માટે નહીં..શા માટે નહીં? તમારી જ સીટ સમજો!

છોકરી:હું આ બોટલમાંથી પાણી પી શકું?

છોકરો: ચોક્કસ વળી...એમાં તે પૂછવાનું હોય!

છોકરી: આગલું સ્ટેશન ક્યું આવશે ભઈલા?

છોકરો: તું શું સમજે છે, મારા બાપે મારા મગજમાં જીપીએસ ફીટ કરાવ્યું છે કે મને આગળથી ખબર પડી જાય? હાલી નીકળી છે! ચલ હટ.....મને ઊંઘ આવે છે, મારી સીટ ખાલી કર.....!

A life of Gaabbar Sing

મિત્રો ! ધારો કે, ગબ્બર સિંઘનું પાત્રાલેખન જો ૧૦ માર્કમાં પૂછાય તો ગુજરાતીઓ કઈક આવી રીતે લખે!



૧. સાદું જીવન અને ઉચ્ચ વિચાર:

તેની જીવનશૈલી ખૂબસરળ હતી. જૂના અને ગંદા કપડાં વધેલી દાઢી, સડેલા દાંત પહાડી જીવન જેમ કોઈ મધ્યયુગનો ફકીર હોય. અને વિચારો શ્રેષ્ઠ "જો ડર ગયાવો માર ગયા" જેવા સંવાદ દ્વારા તેનેજીવન ની ક્ષણભંગુરતા ઉપર પ્રકાશ પાડ્યો હતો.

૨. દયાળુ પ્રવુત્તિ:

ઠાકુરે તેને પોતાના હાથે પકડ્યો હતો તેથી તેને માત્ર તેના હાથ ને સજા આપી હતી.તે જો ધરાત તો તેનું ગળું પણ કાપી શકત પણ તેના મમતાપૂર્ણ હૃદયે તેને તેમ કરતા રોક્યો હતો.


૩. નૃત્ય - સંગીત કલાપ્રેમી:

"મહેબુબા મહેબુબા" ગીત દ્વારા તેના કવિ હૃદય નો પરિચય મળે છે. તેનું હૃદય અન્ય લૂટારા જેમ શુષ્ક ન હતું . બસંતી ને કેદ પકડ્યા પછી એની અંદર નો કલાકાર જાગ્યો અનેએણે બસંતીની અંદર છુપાયેલી નર્તકી ને ક્ષણભર માં ઓળખી લીધી હતી.

૪. શિસ્તપ્રિય:

કાલીયા અને તેના સાથીઓ તેમના કામમાં નિષ્ફળતા સાથે પરત ફર્યા છે, તો અનુશાશન પ્રતિ પોતાનું અગાધ સમર્પણ દેખાડવા તેમને સજા આપવામાંએને જરાય ઢીલાશ ના છોડી.

૫. હાસ્ય પ્રેમી:

તેનામ ગજબની સેન્સઓફ હ્યુમર હતી. કાલીયા અને એના સાથીઓને મારતા પહેલા એને એ લોકોને ખુબ હસાવ્યા.. તે આધુનિક યુગ નો"લાફીંગ બુદ્ધા" હતો.

૬. મહિલાઓ માટે સન્માન:

બસંતી જેવી સુંદર સ્ત્રીનું અપહરણ કર્યા પછી પણ તેને માત્ર તેની પાસે માત્ર નૃત્યની માંગણી કરી.. આજકાલ નો ખલનાયક હોત તો કૈક બીજું જ કરત.

૭. ભિક્ષુક જીવન:

હિન્દૂ ધર્મ અને ભગવાન બુદ્ધ દ્વારા દર્શાવવામાં આવેલ ભિક્ષુક જીવન તેનેસ્વીકાર્યું હતું.રામપુર અને બીજા ગામોમાંથી જે કઈ કાચું અનાજ મળે તેમાંથી જ તે પોતાનો ગુજારો કરતો હતો. સોનું, ચાંદી, પકવાન મીઠાઈઓની ઈચ્છા એને ક્યારેય નહોતીરાખી.

૮. સામાજિક કાર્ય:

લૂંટફાટ સિવાય તે બાળકોને સુવારાવવાનું પણ કામ કરતો હતો. હજ્જારો માતાઓ તેનું નામ લેતી હતી જેથી તેના બાળકો કકળાટ કાર્યવગર સુઈ જાય.

સરકારે તેના પર 50,000 રૂ. નો પુરસ્કાર જાહેર કર્યો હતો. એ યુગમાં પણ જયારે કૌન બનેગા કરોડપતિજેવા પ્રોગ્રામ નહોતા ત્યારે પણ લોકોને કરોડપતિ બનાવવાનો ગબ્બરનો સાચો પ્રયાસ હતો.

૯. મહાનાયકોનો નિર્માતા:

જો ગબ્બર ના હોત તો જય અને વીરુ નામના બે લફંગા ચોરી કરતા કરતા જ એમની ઝીંદગી પૂરી કરી હોત.પણ એ ગબ્બરની જ મહેરબાની હતી કે એ બંનેમાં મહાનાયક બનવાની ક્ષમતા જાગી!

ગમ્યું હોય તો અચૂક શેર કરો.

આપણું પેઈજ લાઈક કરો
https://www.facebook.com/pages/Gujarati-Jokes-SMS/135045589916604?ref=br_tf

મને ટી.વી. બનાવી દો... એક નાનકડી સ્ટોરી

દોસ્તો એક વાર જરુર વાંચજો...તમારી આંખમાં પણ જરજળીયા આવી જાશે.

એક દિવસ એક પ્રથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે...ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો....નિબંધનો વિષય છે :--”જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો...??”

બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો. ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા,ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા.તેમણે પૂછ્યું,” કેમ શું થયું ? કેમ રડે છે ?”
શિક્ષિકાએ કહ્યું,” હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું” તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’“જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ”તેમના પતિએ નિબંધ વાંચ્યો.

તેમાંતે બાળકે લખ્યું હતું :-
” હે ઇશ્વર, જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.)બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું. જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય.અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું. જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ વગરની ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે.”
”જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે, તેમ મારી પણ સંભાળ રાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી વી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે.””અને મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે. હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે.”
”અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.... હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો, પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો.”

શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં.તેમના પતિ બોલ્યા :-
”હે ભગવાન...!! બિચારું બાળક..!! કેવા ભયાનક માતા- પિતા છે !!”
શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા :
”આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે.”

*************************************

દોસ્તો આવુ ઘણી વાર બનતુ હસે જ... :
કે આપણે આપણા જ બાળકો ને ટાઇમ નથી આપી શકતા..આપણા જ બાળકો આપણા પ્રેમ ના ભુખ્યા રહી જાય છે !
આપણે થાકેલા હોય અને ઘરે જઇ ને સુઇ જતા હોઇ છીએ અથવા ટી.વી. સામે બેસી જતા હોય છીએ... દોસ્તો આ પોસ્ટ એટલી શેર કરજો કે કોઇ બાળક ની આવી હાલત ના થાય.