Gujarati Shayari - Part -2

હર પળ છે મને તારી જ ઝંખના,

યાદ છે તારી જ સદા મારા મન માં,

તું પાસ હો કે પછી હો ભલે દૂર પણ,

તું તો સમાયી છો મારી રગ- એ – રગ માં….

==================================================================

સુંદર સપનાનો સહારો મળ્યો

સપનામાં રુડો પ્રેમ બાગ મળ્યો

હવે નથી તમન્ના કાંઇ મેળવવાની

બસ તમને જોયાને સુગંધનો દરિયો મળ્યો.

==================================================================

તું નથી પાસે, તોય જીવું છું તારા માટે,

નથી ગમતું લોકોને કે હું જીવું છુ તારા માટે.

હજારો છે દુશ્મન અહીં મારા માટે,

પુછે છે કે “તું કેમ જીવે છે એક માટે ?

==================================================================

સરવાળા ની અપેક્ષા એ પ્રેમ નાં થાય,

ગુણાકાર ની લાલચે પણ પ્રેમ નાં થાય,

બાદબાકી ની તૈયારી હોય તો અને

ભાગાકાર નો સહેજ પણ ડર નાં હોય તો જ પ્રેમ થાય.

==================================================================

No comments:

Post a Comment