Engineers Rock - એન્જીનીયર પાસે દોઢ-ડાહ્યા ના થવું

મેડીકલ અને એંજીનિયરિંગ કોલેજમાં ભણતા ડોક્ટરો અને એન્જીનીયરોની આ વાત છે…

૭ ડોક્ટર અને ૭ એન્જીનીયર પૂના થી મુંબઈ જતા હતા,

એટલે પ્રથમ તેઓ પૂના રેલવે સ્ટેશને ભેગા થયા..

બંને એવું સાબિત કરવા માંગતા હતા કે અમે તમારા થી વધુ ચડિયાતા છીએ..



દ્રશ્ય – ૧ (પૂના થી મુંબઈ)

સાતેય એન્જીનીયરે એક ટીકીટ લીધી અને સાતેય ડોક્ટરો એ સાત ટીકીટ લીધી…

જયારે ટી.સી. આવ્યો ત્યાર સાતેય એન્જીનીયર તો ટોઇલેટ માં ચાલ્યા ગયા,

ટી.સી. એ નોક કર્યું, એક હાથ બહાર આવ્યો, ટીકીટ આપી અને ટી.સી. ચાલ્યો ગયો.. 8-)



હવે રીટર્ન માં તેઓ ને ડાયરેક્ટ ટ્રેન મળે એવું ન હતું,

પહેલા પેસેન્જર ટ્રેન મા લોનાવાલા આવવું પડે અને ત્યાર બાદ ત્યાંથી પુના ની લોકલ પકડવી પડે…



દ્રશ્ય – ૨ (મુંબઈ થી લોનાવાલા)

બધા ડોક્ટરોએ નક્કી કર્યું કે આ વખતે આપણે બતાવી દઈએ કે આપણે પણ તેના બાપ છીએ…

બધા ડોક્ટરો એ એક જ ટીકીટ લીધી જયારે એન્જીનીયરોએ એક પણ નહિ..

ટી.સી. આવ્યો…

બધા ડોક્ટર એક ટોઇલેટ માં ગયા અને તેનાજ સામે ના ટોઇલેટ મા બધા એન્જીનીયર ગયા..

એક એન્જીનીયર બહાર આવ્યો, ડોક્ટરોના ટોઇલેટ પર નોક કર્યું,

હાથ બહાર આવ્યો, ટીકીટ લઇ લીધી,

અને પાછો તે તેના ટોઇલેટ માં ચાલ્યો ગયો..

ટી.સી. એ બધા ડોક્ટરો ને બહાર કાઢ્યા અને મોટો ફાઈન કર્યો.. :-) :-) :-)



દ્રશ્ય – ૩ (લોનાવાલા સ્ટેશન પર)

હવે, બંને ગ્રુપ લોનાવાલા સ્ટેશન પર હતા અને ડોક્ટરો વિચારતા હતા કે હવે તો ગમે તેમ કરી ને કંઈક કરી દેખાડવું છે, બધા તો પૂના ની લોકલ માં બેઠા..

ડોક્ટરો એ તો નકક્કી કર્યું કે આપણે પેલી જૂની ટેકનીક (૧ ટીકીટ વાળી) જ વાપરીશું..

બધા ડોક્ટરો એ એક જ ટીકીટ લીધી જયારે, એન્જીનીયરો એ સાત ટીકીટ લીધી..

ટી.સી. આવ્યો..

બધા એન્જીનીયરે ટીકીટો બતાવી…

ડોક્ટરો બધા હજુ લોકલ ટ્રેન માં ટોઇલેટ જ શોધતા હતા… :lol: :lol: :lol:

No comments:

Post a Comment