પૂર્ણવિરામ નો મહિમા સમજો - ગામડામાં એક સ્ત્રી રહેતી હતી. એનો પતિ, કે જે શહેરમા નોકરી કરતો હતો, એણે એણે એક પત્ર લખ્યો.

ગામડામાં એક સ્ત્રી રહેતી હતી. એનો પતિ, કે જે શહેરમા નોકરી કરતો હતો, એણે એણે એક પત્ર લખ્યો.

અલ્પ શિક્ષિત હોવાના કારણે એણે ખબર નહોતી પડતી કે વાક્યમાં પૂર્ણવિરામ ક્યાં મુકવું. ચાલો એની ચિઠ્ઠી વાંચીએ..

(ભગવાનજાણે એનો પતિ આ ચિઠ્ઠીમાં શું સમજ્યો હશે.)“મારા પ્યારા. જીવનસાથી મારા. પ્રણામ તમારા ચરણોમાં. તમે હજી સુધી ચિટ્ઠી નથી લખી મારી સહેલીને.

નોકરી મળી ગયી છે આપણી ગાયને. વાછરડું જણ્યું છે બાપુજીએ. દારૂની લત લગાડી લીધી છે મેં તો.

તમને કેટકેટલા પત્ર લખ્યા પણ તમે તો આવ્યા જ નહિ કૂતરીના બચ્ચા. શિયાળ ખાઈ ગયો બે મહિનાનું રાશન.

ગામડે આવો ત્યારે લઇ આવજો એક સુંદર સ્ત્રી. મેરી બહેનપણી થઇ ને અત્યારે ટીવી પર ગીત ગાઈ રહી છે આપણી બકરી.

વેચી નાખી છે તમારી માં. તમને બહુ યાદ કરે છે આપણી કામવાળી આજકાલ. બહુ હેરાન કરે છે..તમારી માનીતી”

હવે નહીં કરોને મર્ડર આપણી માતૃભાષાનું ?

No comments:

Post a Comment