Girl's Password - છોકરીનો પાસવર્ડ

એક છોકરી લેપટોપ પર પાસવર્ડ ટાઈપ કરતી હતી અને બાજુમાં એક છોકરો બેઠો હતો..
તેણીએ પાસવર્ડનાં ખાના માં “BRAIN” ટાઈપ કર્યું…
પણ લેપટોપનો રીપ્લાય વાંચીને છોકરો હસી હસી ને ખુરશી માંથી નીચે પડી ગયો!!
ખબર છે કેમ??
કારણ કે લેપટોપનો રીપ્લાય હતો, “Sorry, That’s TOO SMALL”…

Clothos of Girls - છોકરીઓની કપડા ની પસંદ

No offense please, take it easy ;-)

1981:


છોકરી -

મમ્મી, હું જીન્સ પહેરું?

મમ્મી -

ના, દીકરી લોકો શું કહેશે!!

૨૦૧૧

છોકરી -

મમ્મી, હું મીની સ્કર્ટ પહેરું?

મમ્મી -

હા, બેટી કંઈક તો પહેરી લે !

Girlfriend Vs. Boyfriend - બોયફ્રેંડ અને ગર્લફ્રેન્ડના આંસુમાં ફેર શો?

બોયફ્રેંડ અને ગર્લફ્રેન્ડ ના આંસુ માં ફેર શો?

ગર્લફ્રેન્ડ ના આંસુ ફરમાઈશો પૂરી કરવા માટે નીકળે…!

.

.

.

.

.

બોયફ્રેન્ડ ના આંસુ તે ફરમાઈશો પૂરી કરતા કરતા નીકળે!!

Engineers Rock - એન્જીનીયર પાસે દોઢ-ડાહ્યા ના થવું

મેડીકલ અને એંજીનિયરિંગ કોલેજમાં ભણતા ડોક્ટરો અને એન્જીનીયરોની આ વાત છે…

૭ ડોક્ટર અને ૭ એન્જીનીયર પૂના થી મુંબઈ જતા હતા,

એટલે પ્રથમ તેઓ પૂના રેલવે સ્ટેશને ભેગા થયા..

બંને એવું સાબિત કરવા માંગતા હતા કે અમે તમારા થી વધુ ચડિયાતા છીએ..



દ્રશ્ય – ૧ (પૂના થી મુંબઈ)

સાતેય એન્જીનીયરે એક ટીકીટ લીધી અને સાતેય ડોક્ટરો એ સાત ટીકીટ લીધી…

જયારે ટી.સી. આવ્યો ત્યાર સાતેય એન્જીનીયર તો ટોઇલેટ માં ચાલ્યા ગયા,

ટી.સી. એ નોક કર્યું, એક હાથ બહાર આવ્યો, ટીકીટ આપી અને ટી.સી. ચાલ્યો ગયો.. 8-)



હવે રીટર્ન માં તેઓ ને ડાયરેક્ટ ટ્રેન મળે એવું ન હતું,

પહેલા પેસેન્જર ટ્રેન મા લોનાવાલા આવવું પડે અને ત્યાર બાદ ત્યાંથી પુના ની લોકલ પકડવી પડે…



દ્રશ્ય – ૨ (મુંબઈ થી લોનાવાલા)

બધા ડોક્ટરોએ નક્કી કર્યું કે આ વખતે આપણે બતાવી દઈએ કે આપણે પણ તેના બાપ છીએ…

બધા ડોક્ટરો એ એક જ ટીકીટ લીધી જયારે એન્જીનીયરોએ એક પણ નહિ..

ટી.સી. આવ્યો…

બધા ડોક્ટર એક ટોઇલેટ માં ગયા અને તેનાજ સામે ના ટોઇલેટ મા બધા એન્જીનીયર ગયા..

એક એન્જીનીયર બહાર આવ્યો, ડોક્ટરોના ટોઇલેટ પર નોક કર્યું,

હાથ બહાર આવ્યો, ટીકીટ લઇ લીધી,

અને પાછો તે તેના ટોઇલેટ માં ચાલ્યો ગયો..

ટી.સી. એ બધા ડોક્ટરો ને બહાર કાઢ્યા અને મોટો ફાઈન કર્યો.. :-) :-) :-)



દ્રશ્ય – ૩ (લોનાવાલા સ્ટેશન પર)

હવે, બંને ગ્રુપ લોનાવાલા સ્ટેશન પર હતા અને ડોક્ટરો વિચારતા હતા કે હવે તો ગમે તેમ કરી ને કંઈક કરી દેખાડવું છે, બધા તો પૂના ની લોકલ માં બેઠા..

ડોક્ટરો એ તો નકક્કી કર્યું કે આપણે પેલી જૂની ટેકનીક (૧ ટીકીટ વાળી) જ વાપરીશું..

બધા ડોક્ટરો એ એક જ ટીકીટ લીધી જયારે, એન્જીનીયરો એ સાત ટીકીટ લીધી..

ટી.સી. આવ્યો..

બધા એન્જીનીયરે ટીકીટો બતાવી…

ડોક્ટરો બધા હજુ લોકલ ટ્રેન માં ટોઇલેટ જ શોધતા હતા… :lol: :lol: :lol:

પૂર્ણવિરામ નો મહિમા સમજો - ગામડામાં એક સ્ત્રી રહેતી હતી. એનો પતિ, કે જે શહેરમા નોકરી કરતો હતો, એણે એણે એક પત્ર લખ્યો.

ગામડામાં એક સ્ત્રી રહેતી હતી. એનો પતિ, કે જે શહેરમા નોકરી કરતો હતો, એણે એણે એક પત્ર લખ્યો.

અલ્પ શિક્ષિત હોવાના કારણે એણે ખબર નહોતી પડતી કે વાક્યમાં પૂર્ણવિરામ ક્યાં મુકવું. ચાલો એની ચિઠ્ઠી વાંચીએ..

(ભગવાનજાણે એનો પતિ આ ચિઠ્ઠીમાં શું સમજ્યો હશે.)



“મારા પ્યારા. જીવનસાથી મારા. પ્રણામ તમારા ચરણોમાં. તમે હજી સુધી ચિટ્ઠી નથી લખી મારી સહેલીને.

નોકરી મળી ગયી છે આપણી ગાયને. વાછરડું જણ્યું છે બાપુજીએ. દારૂની લત લગાડી લીધી છે મેં તો.

તમને કેટકેટલા પત્ર લખ્યા પણ તમે તો આવ્યા જ નહિ કૂતરીના બચ્ચા. શિયાળ ખાઈ ગયો બે મહિનાનું રાશન.

ગામડે આવો ત્યારે લઇ આવજો એક સુંદર સ્ત્રી. મેરી બહેનપણી થઇ ને અત્યારે ટીવી પર ગીત ગાઈ રહી છે આપણી બકરી.

વેચી નાખી છે તમારી માં. તમને બહુ યાદ કરે છે આપણી કામવાળી આજકાલ. બહુ હેરાન કરે છે..તમારી માનીતી”

હવે નહીં કરોને મર્ડર આપણી માતૃભાષાનું ?

Student Vs. Teacher - સર નાં ભુક્કા કાઢી નાખ્યા

વિદ્યાર્થી : એક ગધેડા ને એક ખુણા માં એક મીટર ના દોરડા થી બાંધ્યો છે,

અને તેના થી ૩ મીટર દુર ઘાસ રાખી દીધું તો કહી શકો કે તે કેમ ખાશે?

સર : વિચારવું પડશે??? હમમમ…

વિદ્યાર્થી : સર, વિચારો વિચારો…

.

.

.

થોડી વાર પછી…

.

વિદ્યાર્થી : સર, હાર માની લીધી ને!!

સર : હા, માની લીધી…પણ જવાબ તો કે!!

વિદ્યાર્થી : એમાં જવાબ શું આપવાનો સર… ગધેડા એ પણ હાર માની લીધી…