જમાઇરાજ - સાસુ

👉 જમાઇ 15 દિવસથી સાસરીમાં આવીને જલસા કરતા હતા. . . 🍹🍖🍗🍪🍦🍨🍧
.
સાસુ: જમાઇરાજ તમે પાછા ક્યારે જવાના છો? 😡😡
.
જમાઇ: કેમ? 😡
.
સાસુ: તમને આવ્યે ઘણા દિવસ થઈ ગયા એટલે પૂછ્યું આતો.. 😂
.
જમાઇ: તમારી છોકરી તો આવીને છ-છ મહિના રહે છે, અમે તો તેને નથી પૂછતા આવું.. 👩👩
.
સાસુ: એતો તમારી સાથે પરણીને આવી છે ત્યાં. . .💑
.
જમાઇ: તો શું હું અહીં ભાગીને આવ્યો છું ..😂😝👌 😜😜😂😂
સારુ તો કપડા ધોવા બેસી જાવ
મારી દિકરી તમારે ત્યાં બધુ જ કામ કરે છે😆😆😆😆😝😝😝😝
જમાઇ એ પોટલા બાંધી લીધા
🚶🚶🚶🚶🚶🚶🚶🚶

માતા-પિતાનું ઋણ

*માતા-પિતાનું ઋણ કેમ કરી ઊતરશે ?*

*એક નાનો બાળક હતો. બાળકને કેરીનું ઝાડ (આંબો) બહુ ગમતો. જ્યારે નવરો પડે કે તુરંત આંબા પાસે પહોંચી જાય. આંબા પર ચડે, કેરી ખાય અને રમીને થાકે એટલે આંબાના વૃક્ષની ઘટાદાર છાયામાં સૂઈ જાય. બાળક અને આ વૃક્ષ વચ્ચે એક અનોખો સંબંધ હતો*.
*બાળક જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ એણે આંબા પાસે આવવાનું ઓછું કરી દીધું. અમુક સમય પછી તો સાવ આવતો જ બંધ થઈ ગયો*. *આંબો એકલો એકલો બાળકને યાદ કરીને રડ્યા કરે. એક દિવસ અચાનક એને પેલા બાળકને પોતાના તરફ આવતો જોયો. આંબો તો ખુશ થઈ ગયો.*
*બાળક જેવો નજીક આવ્યો એટલે આંબાએ કહ્યું, "તું ક્યાં ચાલ્યો ગયો હતો ? હું રોજ તને યાદ કરતો હતો. ચાલ હવે આપણે બંને રમીએ." બાળક હવે મોટો થઈ ગયો હતો. એણે આંબાને કહ્યું, "હવે મારી રમવાની ઉંમર નથી.* *મારે ભણવાનું છે પણ મારી પાસે ફી ભરવાના પૈસા નથી." આંબાએ કહ્યું "તું મારી કેરીઓ લઈ જા. એ બજારમાં વેચીશ એટલે તને ઘણા પૈસા મળશે. એમાંથી તું તારી ફી ભરી આપજે." બાળકે આંબા પરની બધી જ કેરીઓ ઉતારી લીધી અને ચાલતો થયો.*
*ફરીથી એ ત્યાં ડોકાયો જ નહીં. આંબો તો એની રોજ રાહ જોતો, એક દિવસ અચાનક એ આવ્યો અને કહ્યું, "હવે તો મારા લગ્ન થઈ ગયા છે. મને નોકરી મળી છે એનાથી ઘર ચાલે છે પણ મારે મારું પોતાનું ઘર બનાવવું છે એ માટે મારી પાસે પૈસા નથી." આંબાએ કહ્યું, "ચિંતા ન કર. મારી બધી ડાળીઓ કાપીને લઈ જા. એમાંથી તારું ઘર બનાવ." યુવાને આંબાની ડાળીઓ કાપી અને ચાલતો થયો.*
*આંબો હવે તો સાવ ઠૂંઠો થઈ ગયો હતો. કોઈ એની સામે પણ ન જુવે. આંબાએ પણ હવે પેલો બાળક પોતાની પાસે આવશે એવી આશા છોડી દીધી હતી. એક દિવસ એક વૃદ્ધ ત્યાં આવ્યો. તેણે આંબાને કહ્યું, "તમે મને નહીં ઓળખો પણ હું એ જ બાળક છું જે વારંવાર તમારી પાસે આવતો અને તમે મદદ કરતા." આંબાએ દુઃખ સાથે કહ્યું, "પણ બેટા હવે મારી પાસે એવું કંઈ નથી જે હું તને આપી શકું."*
*વૃદ્ધે આંખમાં આંસુ સાથે કહ્યું, "આજે કંઈ લેવા નથી આવ્યો. આજે તો મારે તમારી સાથે રમવું છે. તમારા ખોળામાં માથું મૂકીને સૂઈ જવું છે." આટલું કહીને એ રડતાં રડતાં આંબાને ભેટી પડ્યો અને આંબાની સુકાયેલી ડાળોમાં પણ નવા અંકુર ફૂટ્યા.*
*વૃક્ષ એ આપણાં માતા-પિતા જેવું છે જ્યારે નાના હતા ત્યારે એમની સાથે રમવું ખૂબ ગમતું. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એમનાથી દૂર થતા ગયા નજીક ત્યારે જ આવ્યા જ્યારે કોઈ જરૂરિયાત ઊભી થઈ કે કોઈ સમસ્યા આવી. આજે પણ એ ઠૂંઠા વૃક્ષની જેમ રાહ જુવે છે. આપણે જઈને એને ભેટીએ ને એને ઘડપણમાં ફરીથી કૂંપણો ફૂટે...*
*ગમે તો બીજા મિત્રો સાથે પણ પોસ્ટ શેર કરજો...*
*ક્યાંક કોઈની આંખ ખુલી જાય ...તો ક્યાંક કોઈની આંખ ભીની પણ થઈ જાય...!!!!!!*

ગાંઠિયા ... એ ચણાના લોટમાં .... વણેલી કવિતા છે.😆 ગાંઠીયા - એક નિબંધ 😝

ગાંઠિયા ... એ ચણાના લોટમાં .... વણેલી કવિતા છે.😆

ગાંઠીયા - એક નિબંધ 😝
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ll ગાંઠિયા સૌરાષ્ટ્રની મહાન પારિવારીક વાનગી છે ... ફોક ફૂડ એટલે કે લોકખાણું છે.।।

વિદ્યાર્થીના લંચ બોક્સથી માંડીને વૃદ્ધાશ્રમમાં થતા દાન ધર્માદામાં ગાંઠિયા હાજર હોય છે.

લગ્ન હોય અને જાન આવે એટલે વેવાઈને ગાંઠિયા-જલેબીનો નાસ્તો 1957માં અપાતો અને આજે 2016માં પણ અપાય છે.

કોઈના મૃત્યુ પછીના જમણમાં પણ ગાંઠિયા અને
અન્નકૂટના પ્રસાદમાં પણ ગાંઠિયા હોય છે.

આ ધરા ઉપર કેટલુંક ઈશ્વરદત્ત છે, જેમ કે નદી, પર્વતો, વૃક્ષ, પક્ષીઓ, પતંગિયા, પવન વગેરે. જ્યારે .... કેટલુંક મનુષ્યે જાણે ઈશ્વરની સીધી સુચના નીચે વિકસાવ્યું હોય એવું જણાય છે. જેમ કે સ્પેસ શટલ, કોમ્પ્યુટર, સ્માર્ટ ફોન, ગાંઠીયા વગેરે.

લીસ્ટમાં ગાંઠિયા જોઈ ચમકી ગયાને? પણ સાચે જ સ્પેસ શટલ કે સ્માર્ટ ફોન વગર ચાલી શકે છે પણ ગાંઠિયા વગર ઘણાનો દિવસ ઉગતો નથી.

ઇતિહાસમાં ગાંઠિયાને લઈને એક પણ યુદ્ધ તો ઠીક પણ નાનું સરખું ધીંગાણું થયું હોય એવું પણ સૌરાષ્ટ્રની રસધારમાં કયાંય વાંચવામાં આવ્યું નથી.☺

આ બતાવે છે કે, ગાંઠિયા મોડર્ન આઈટમ છે. ગાંઠિયા ચોક્કસ કલિયુગની જ દેન હશે. કારણ કે જો પુરાણકાળમાં ગાંઠીયાનું ચલણ હોત તો, દેવાધિદેવ ઇન્દ્ર ઋષિમુનીઓનું તપોભંગ કરવા માટે અપ્સરાઓને બદલે સેવકો સાથે સંભારા-મરચા સાથે ભાવનગરી ગાંઠિયાની ડીશો મોકલતા હોત...!😝


સૌરાષ્ટ્ર બાજુ સવારના પહોરમાં ગાંઠિયા ખાવાનો રીવાજ છે. ત્યાં ગાંઠિયાના બંધાણીઓ પણ મળી આવતા હોય છે. અહીં દરેક શહેરમાં, પ્રાંતમાં, પેટા પ્રાંતમાં ગાંઠિયાનો અલગ તૌર છે !

જામજાેઘપુર માવણલખ્યો રિવાજ છે કે ફાફડા સવારે ખવાય અને રાત્રે વણેલા ગાંઠિયા જ મળે. રાત્રે સાડા બાર કે દોઢ વાગ્યે લારી પર ઊભા રહી કહો કે, 200 ફાફડા…. એટલે કપાળેથી પરસેવો લૂછતાં અને બીજા હાથે તળેલાં મરચાં પર મીઠું છાંટતાં છાંટતાં ભાઈ કહે : ‘પંદર મિનિટ થાહે બોસ, વણેલા જોઈએ તો તૈયાર છે !’ રાત્રે સાડા બારે ?

હા, સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં રાત્રે 12.30, 2.30 કે સવારે 4.00 વાગે પણ ગાંઠિયા મળી શકે ! જામજાેઘપુર ના આઞાદ ચોકમાં રાત્રે સાડા ત્રણે ગાંઠિયા ખાધા છે ને ધોરાજીમાંય એવી જ રીતે રાત્રે દોઢ વાગ્યે ગાંઠિયા પ્રાપ્ત છે.

ગાંઠિયા માત્ર મોર્નિંગ બ્રેકફાસ્ટ નથી, આઠે પ્રહરની ઊજાણી છે. પિત્ઝા અને બર્ગર ભલે અમદાવાદના બોપલ કે સૌરાષ્ટ્રના જામજાેઘપુર સુધી પહોંચી ગયા પરંતુ, ગાંઠિયા પ્રત્યે પ્રીતિ યથાવત્ છે.

વેકેશન ગાળવા ગયેલા ગુજરાતી પરિવાર દિલ્હીમાં સાંજે ચાટ અને પાઉંભાજી ભલે ખાય પણ ગુજરાતી સમાજની કેન્ટિનમાં તો “બે પ્લેટ ગાંઠિયા અને બે ચ્હા” એવા જ ઑર્ડર અપાય છે.

ગાંઠિયાનું વૈવિધ્ય અપાર છે. ફાફડા એ તેનું મૂળ સ્વરૂપ છે. એ પછી વણેલા, તીખા, લસણિયા ગાંઠિયા બનાવાય છે.
ફાફડાની બેન પાપડી તરિકે ઓળખાય છે અને ખુબ ખવાય છે.
ભાવનગર પાસેના રંઘોળામાં ઝીણા ગાંઠિયા વખણાય છે.

ચોકડી આકારના ગાંઠિયાનું નામ ‘ચંપાકલી’ સ્ત્રીલિંગમાં છે.

ફાફડા અને વણેલા ગાંઠિયા ગરમ ખાવાનું ચલણ છે, ને બાકીના ગાંઠિયા ઘરે ડબ્બામાં ભરી રખાય છે.

ગાંઠિયાની સંગતમાં ક્યાંક કઢી ક્યાંક કચુમ્બર તો ક્યાંક કાંદા મળશે, પણ મરચાં તો બધે જ મળે છે.

જેમ સ્ત્રી વગર પુરુષ અધુરો હોવાનું મનાય છે, એમ મરચાં વગર ગાંઠિયા અધુરા છે.

તબલામાં જેમ દાયું અને બાયું સાથે હોય તો જ સંગત જામે, એમ જ ગાંઠીયા સાથે મરચા હોય તો જ રંગત જામે છે.

જાણે ... નવવધૂએ પહેલીવાર પિયર લખેલા આછાં પીળાશ પડતાં પોસ્ટકાર્ડ કલરના, ગાંઠિયા, જ્યાં તળાઈને થાળમાં ઠલવાય અને
એની પાછળ જ કોઈની યાદ જેવા તીખા તમતમતાં લીલેરા તેલવર્ણ મરચાં કડકડતા તેલમાં તળાઈને અવતરે .... એ ઘટના ઉપવાસીને પણ ઉપવાસ તોડવા મજબુર કરી મુકે તેવી હોય છે !!!!
ખરે, મરચાં વગરના ગાંઠિયા કે ગાંઠિયા વગરના મરચાં એ નેતા વગરની ખુરશી કે ખુરશી વગરના નેતા જેવા જ નિસ્તેજ જણાતાં હોય છે.

કડકડતા તેલમાં ઉછળતા, ફૂલતા, તળાતા ગાંઠિયાનું દ્રશ્ય કેવું આહ્લાદક હોય છે!

ઝારામાં તારવેલા ગાંઠિયામાંથી નીકળતી હિંગ, મીઠું, મરી અને ચણાના લોટની ઉની ઉની ખુશ્બુસભર વરાળ દિલને ગાર્ડન ગાર્ડન કરી મુકે છે.

મોરારિબાપુ તો આખા ગાંઠિયાના પરિવારની વાત વિનોદમાં કહે છે. તેઓ કહે છે : “ગાંઠિયો પતિ, જલેબી મીઠી એટલે પત્ની (પણ જલેબી ગુંચળાવાળી હોય છે !) અને સંભારો - મરચા તેના સંતાન – એમ જાણે કે ગાંઠિયા, મરચા અને સંભારાનું ટ્રસ્ટ રચાય છે !”

આજની સત્ય હકીકત

😄😃😀😝😀😃😄
' લોકો ગમે તેવા તેલમાં તળેલા વડા-સમોસા ખાય છે....
ગટર ના પાણી થી ભરેલી પાણીપુરી ખાય છે....
ફૂટપાથ પર ઉડતી ઘૂળ પાસે ભાજીપાઉં ખાય છે....
કોક અને પેપ્સી નું ઝેર રુપિયા ખર્ચી ને પેટ મા ઉતારે છે....
સિગારેટ ફંકે છે , તમાકુ ચાવે છે, માવા ખાઈ પિચકારીઓ મારે છે....
પણ જયારે ડૉકટર કંઇ દવા લખી આપે તો પૂંછે છે: સાહેબ, આની કંઇ સાઈડ-ઈફેક્ટ તો નહી થાય ને ?'😄😃

Pati ane Patni (પતિ - પત્ની)

મોજ આવી જાય એવું, જો સમજાય તો !
========================

ઘણા વર્ષો પહેલાની વાત છે...!!!

નવી પરણેલી વધુ તેના પતિ સાથે નવા ઘરે રહેવા માટે આવી...!!!

તેણીએ આવતા ની સાથે જ એક નાનું બોક્ષ માળિયા પર રાખતા તેના પતિ ને કહ્યું કે આ બોક્ષ ને અડવાનું નહીં,
તમારે મારી માતાએ ખાસ મારા માટે આ મોક્લ્યુ છે...

પતિ ડાહ્યો હતો...
એને એમ લાગ્યુ કે જરૂર કંઇક અગત્યનું હશે...
એટલે વધારે કાંઇ પૂછ્યુ નહિં...!!!

અને આમ ને આમ વર્ષોનાં વર્ષો ચાલ્યા ગયા....
૫૦ વર્ષ સુધી પતિ એ તો તે બોક્ષ ને અડક્યું પણ નહિ...

આ બાજુ પત્ની પણ ઘરડી થઇ ગઈ હતી...
અને મૃત્યુ નજીક આવતાં એ મરણ-પથારી એ પડી હતી..

એક દિવસ જયારે પતિ ઘરની વસ્તુઓ બરાબર ગોઠવતો હતો ત્યારે અચાનક પેલું બોક્ષ તેના ધ્યાનમાં આવ્યું...!!!

અને તેણે વિચાર્યું કે આ બોક્ષમાં જરૂર કઈક મહત્વનું તો હશે જ... એટલે તેણે પત્ની ની પરવાનગી લઈને એ બોક્ષ પત્નીની પાસે લઇ આવ્યો...!!!

તેણે જયારે બોક્ષ ને ખોલ્યું તો તેની અંદરથી ૨ સ્વેટર અને રૂ.૨,૮૨,૫૦૦ નીકળ્યા...!!!

તે આ જોઈને આશ્ચર્ય પામ્યો અને પત્નીને બોક્ષ વિશે પૂછ્યુ...

પત્નીએ કહ્યુ,"જયારે હું પરણીને સૌપ્રથમ આ ઘરમાં આવી ત્યારે મારા મમ્મીએ આ બોક્ષ મને આપેલ,એમા સ્વેટર ગૂંથવા માટે ઊન અને એનો સામાન છે.
મારી મમ્મી એ કહ્યું હતું કે"તું જયારે જયારે તારા પતિ થી નિરાશ થઇ જાય અથવા એમના પર ગુસ્સો આવે ત્યારે તું સ્વેટર બનાવવા લાગજે,જે તારી હતાશા ને દુર કરશે..."

પેલો પતિ તો એક દમ દિલગીર થઈ ગયો...
એણે જોયુ કે બોક્ષમાં તો માત્ર બે જ સ્વેટર હતા...
એટલે ગળગળો થઇ ને ધીમે થી બોલ્યો,
"છેલ્લા ૫૦ વર્ષ માં તેં બે જ સ્વેટર બનાવ્યા...!!!"

“પણ આ રૂ.૨,૮૨,૫૦૦ કેમ અહિં છે?”

પત્ની એ કહ્યું,“અરે એ તો અત્યાર સુધી માં જેટલા સ્વેટર વેંચ્યા તેના છે...!!!"

A Girl and A boy in Train

છોકરી (ટ્રેઈનમાં) : હું અહીં બેસી શકું?

છોકરો: શા માટે નહીં..શા માટે નહીં? તમારી જ સીટ સમજો!

છોકરી:હું આ બોટલમાંથી પાણી પી શકું?

છોકરો: ચોક્કસ વળી...એમાં તે પૂછવાનું હોય!

છોકરી: આગલું સ્ટેશન ક્યું આવશે ભઈલા?

છોકરો: તું શું સમજે છે, મારા બાપે મારા મગજમાં જીપીએસ ફીટ કરાવ્યું છે કે મને આગળથી ખબર પડી જાય? હાલી નીકળી છે! ચલ હટ.....મને ઊંઘ આવે છે, મારી સીટ ખાલી કર.....!

A life of Gaabbar Sing

મિત્રો ! ધારો કે, ગબ્બર સિંઘનું પાત્રાલેખન જો ૧૦ માર્કમાં પૂછાય તો ગુજરાતીઓ કઈક આવી રીતે લખે!



૧. સાદું જીવન અને ઉચ્ચ વિચાર:

તેની જીવનશૈલી ખૂબસરળ હતી. જૂના અને ગંદા કપડાં વધેલી દાઢી, સડેલા દાંત પહાડી જીવન જેમ કોઈ મધ્યયુગનો ફકીર હોય. અને વિચારો શ્રેષ્ઠ "જો ડર ગયાવો માર ગયા" જેવા સંવાદ દ્વારા તેનેજીવન ની ક્ષણભંગુરતા ઉપર પ્રકાશ પાડ્યો હતો.

૨. દયાળુ પ્રવુત્તિ:

ઠાકુરે તેને પોતાના હાથે પકડ્યો હતો તેથી તેને માત્ર તેના હાથ ને સજા આપી હતી.તે જો ધરાત તો તેનું ગળું પણ કાપી શકત પણ તેના મમતાપૂર્ણ હૃદયે તેને તેમ કરતા રોક્યો હતો.


૩. નૃત્ય - સંગીત કલાપ્રેમી:

"મહેબુબા મહેબુબા" ગીત દ્વારા તેના કવિ હૃદય નો પરિચય મળે છે. તેનું હૃદય અન્ય લૂટારા જેમ શુષ્ક ન હતું . બસંતી ને કેદ પકડ્યા પછી એની અંદર નો કલાકાર જાગ્યો અનેએણે બસંતીની અંદર છુપાયેલી નર્તકી ને ક્ષણભર માં ઓળખી લીધી હતી.

૪. શિસ્તપ્રિય:

કાલીયા અને તેના સાથીઓ તેમના કામમાં નિષ્ફળતા સાથે પરત ફર્યા છે, તો અનુશાશન પ્રતિ પોતાનું અગાધ સમર્પણ દેખાડવા તેમને સજા આપવામાંએને જરાય ઢીલાશ ના છોડી.

૫. હાસ્ય પ્રેમી:

તેનામ ગજબની સેન્સઓફ હ્યુમર હતી. કાલીયા અને એના સાથીઓને મારતા પહેલા એને એ લોકોને ખુબ હસાવ્યા.. તે આધુનિક યુગ નો"લાફીંગ બુદ્ધા" હતો.

૬. મહિલાઓ માટે સન્માન:

બસંતી જેવી સુંદર સ્ત્રીનું અપહરણ કર્યા પછી પણ તેને માત્ર તેની પાસે માત્ર નૃત્યની માંગણી કરી.. આજકાલ નો ખલનાયક હોત તો કૈક બીજું જ કરત.

૭. ભિક્ષુક જીવન:

હિન્દૂ ધર્મ અને ભગવાન બુદ્ધ દ્વારા દર્શાવવામાં આવેલ ભિક્ષુક જીવન તેનેસ્વીકાર્યું હતું.રામપુર અને બીજા ગામોમાંથી જે કઈ કાચું અનાજ મળે તેમાંથી જ તે પોતાનો ગુજારો કરતો હતો. સોનું, ચાંદી, પકવાન મીઠાઈઓની ઈચ્છા એને ક્યારેય નહોતીરાખી.

૮. સામાજિક કાર્ય:

લૂંટફાટ સિવાય તે બાળકોને સુવારાવવાનું પણ કામ કરતો હતો. હજ્જારો માતાઓ તેનું નામ લેતી હતી જેથી તેના બાળકો કકળાટ કાર્યવગર સુઈ જાય.

સરકારે તેના પર 50,000 રૂ. નો પુરસ્કાર જાહેર કર્યો હતો. એ યુગમાં પણ જયારે કૌન બનેગા કરોડપતિજેવા પ્રોગ્રામ નહોતા ત્યારે પણ લોકોને કરોડપતિ બનાવવાનો ગબ્બરનો સાચો પ્રયાસ હતો.

૯. મહાનાયકોનો નિર્માતા:

જો ગબ્બર ના હોત તો જય અને વીરુ નામના બે લફંગા ચોરી કરતા કરતા જ એમની ઝીંદગી પૂરી કરી હોત.પણ એ ગબ્બરની જ મહેરબાની હતી કે એ બંનેમાં મહાનાયક બનવાની ક્ષમતા જાગી!

ગમ્યું હોય તો અચૂક શેર કરો.

આપણું પેઈજ લાઈક કરો
https://www.facebook.com/pages/Gujarati-Jokes-SMS/135045589916604?ref=br_tf